સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડમાં શું થયો મોટો ખુલાસો?
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં માટી કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે. યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 7.50 લાખ રૂપિયાના માટી કૌભાંડનો ખુલાસો થયો છે. ઓડિટ દરમિયાન ટ્રેકટરને બદલે સેન્ટ્રો કારના નંબર નાખી કૌભાંડ આચર્યું હોવાનો ખુલાસો થયો છે. કૌભાંડીઓને સજા આપવાના બદલે કુલપતિ માહિતી લીકને લઇને તપાસ કરી રહ્યા છે.