Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ

Continues below advertisement

રાજકોટમાંથી  નશાના સોદાગરો ઝડપાયા છે.  રાજકોટ એસઓજીએ એક મહિલા અને એક પુરુષને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા.પોલીસે બાતમી આધારે કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી વચ્ચે ખોડિયાર ટેકરી પાસેથી
બંનેને 4.25 કિલો ગાંજા સાથે ઝડપાયા છે. .એસઓજીએ કોઠારીયા સોલવન્ટમાં રહેતા મુસ્તાક હબીબ નાકાણી અને કરીન ઉર્ફે ફરીદા શાહમદારની ધરપકડ કરી છે...આરોપીઓ ક્યાંથી ગાંજાનો જથ્થો લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તેને લઈ તપાસ શરૂ કરી છે...ફરીદા શાહમદાર અગાઉ પણ ગાંજા સાથે ઝડપાઈ ચુકી છે.        

પોલીસે  કુલ રૂ. 2,11,250 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 4.025 કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂ. 2,01,250 થાય છે, તે ઉપરાંત 2  મોબાઈલ ફોન તથા અન્ય વસ્તુઓ કબજે લેવામાં આવી છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.  ઉલ્લેખનિય છે  કે, પોલીસે 40 વર્ષીય આરોપી મુસ્તાકભાઇ હબીબભાઇ નાકાણી (રહે. કોઠારીયા સોલવન્ટ) અને 30 વર્ષીય કરીનબેન ઉર્ફે ફરીદાબેન કરીમભાઇ શાહમદાર (રહે. કોઠારીયા સોલવન્ટ)ની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મુસ્તાકભાઇ રીક્ષા ડ્રાઇવીંગનો વ્યવસાય કરે છે, જ્યારે કરીનબેન કપડાના લે-વેચના વેપાર સાથે સંકળાયેલા છે. ખાસ વાત એ છે કે, આરોપી કરીનબેન અગાઉ પણ રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.                                                

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola