Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

Continues below advertisement

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

સુરતના પલસાણાના ગંગાધરા ગામ પાસે બની હૃદય કંપાવનારી ઘટના. 10માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત થયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, ટ્રક ચાલકની બેદરકારીના કારણે મોત નીપજ્યું છે. વિદ્યાર્થિની સાયકલ પર શાળાએ જઈ રહી હતી દરમ્યાન બની ઘટના. ટ્રક ચાલક અંદરના માર્ગ પરથી મુખ્ય માર્ગ પર ટર્ન લઈ આવી રહ્યો હતો. એ જ રસ્તા પરથી વિદ્યાર્થિની પણ મુખ્ય માર્ગ પર આવી રહી હતી. ટ્રક ચાલકનું ધ્યાન અન્ય તરફ હતું, જેને કારણે વિદ્યાર્થિની ટ્રકના ટાયર નીચે કચડાઈ ગઈ. મૃતક વિદ્યાર્થીની અંજલિ સિયારામ ગુપ્તા પલસાણાના સોયાણી ગામની છે. પોલીસે ટ્રક ચાલકની કરી અટકાયત. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram