Gujarat Rain | સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું દે ધનાધન, સુરતમાં ખાબક્યો 6 ઇંચ વરસાદ
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સવા આઠ ઈંચ, સુરતના કામરેજમાં સવા છ ઈંચ, સુરતના પલસાણામાં સવા છ ઈંચ, સુરત શહેરમાં છ ઈંચ, તાપીના નિઝરમાં પોણા છ ઈંચ ,સુરતના મહુવામાં પાંચ ઈંચ, નવસારી તાલુકામાં પાંચ ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં સાડા ચાર ઈંચ, વલસાડના પારડીમાં સવા ચાર ઈંચ, સુરતના ઓલપાડમાં સવા ચાર ઈંચ, પાટણ વેરાવળમાં ચાર ઈંચ, નવસારીના ગણદેવીમાં ચાર ઈંચ, આણંદના ખંભાતમાં ચાર ઈંચ, સુરતના ઉમરપાડામાં પોણા ચાર ઈંચ, વલસાડના કપરાડામાં પોણા ચાર ઈંચ, જામજોધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસી શકે છે.