Child Labour News: 2 બાળકો ભાગીને પહોંચ્યા પોલીસ સ્ટેશને અને બાળમજૂરીના રેકેટનો થયો પર્દાફાશ

2 બાળકો ભાગીને પહોંચ્યા પોલીસ સ્ટેશને અને બાળમજૂરીના રેકેટનો થયો પર્દાફાશ. ઘટના છે સુરતના પુણા વિસ્તારની. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અંતરિયાળ ગામના બાળકો અને કિશોરોને પુણાની બિલનાથ સોસાયટીમાં સાડીના કારખાનામાં ગોંધી રખાયા હતા. સવારના 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી સતત કામ કરાવાતું. દૈનિક 200 રૂપિયા મજૂરી અને એક કલાકની રિસેસ મળતી. જો બાળકો થોડા મોડા ઉઠે કે આળસ કરે તો શેઠ તેને માર મારતો. શેઠના ત્રાસથી કંટાળી આખરે બે બાળકો હિંમત કરીને ભાગ્યા અને સીધા જ પહોંચ્યા વરાછા પોલીસ સ્ટેશને. પોલીસ સ્ટેશને પહોંચી બંને બાળકોએ પોતાની આપવીતી કહી. પોલીસ બાળકો સાથે 5 કિમી સુધી પગપાળા ચાલી અન્ય 3 બાળકોને પણ મુક્ત કરાવ્યા. પોલીસે આરોપી કારખાનેદારની ધરપકડ કરી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola