Surat Govt School Admission : સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે લાગી લાંબી લાઇન, શું છે કારણ?
Surat Govt School Admission : સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે લાગી લાંબી લાઇન, શું છે કારણ?
ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવાનો મોહ રાખતા વાલીઓ માટે સુરતની સરકારી શાળા દાખલારૂપ બની છે. મોટા વરાછાની નગરપ્રાથમિક શિક્ષણ સમીતિની શાળામાં પ્રવેશ માટે વાલીઓએ લાઇન લગાવી છે. હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. ત્યારે શાળામાં પોતાના બાળકોને શિક્ષણ અપાવવા શાળામાં 600 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા સામે 4 હજારથી 5 હજાર એડમિશન ફોર્મ વાલીઓ દ્વારા ભરવામાં આવ્યા છે. શાળાના આચાર્ય દ્વારા ડ્રો કરી એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાનગી શાળાઓમાં વસૂલવામાં આવતી તગડી ફીમાંથી છૂટકારો મેળવવા વાલીઓ સરકારી શાળા તરફ વળી રહ્યા છે. આ અંગે સ્કૂલના આચાર્ય સાથે પણ એબીપી અસ્મિતાએ વાત કરી હતી, જુઓ તેમણે શું કહ્યું?