Surat માં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, નર્સના પિતાની કરાઇ ધરપકડ

કોરોનાના અંતિમ સ્ટેજ પર પહોંચેલા દર્દીને બચાવવા વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેકશનનાં કાળાબજારનો સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ કર્યો હતો. સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથિરિયાએ બજારમાં રૂા.35 થી 40 હજારની કિંમતે મળતા ટોસિલિઝુમેબનો સોદો ત્રણ લાખ રૂપિયામાં કર્યો હતો. બાદમાં રકઝકના અંતે 2.70 લાખમાં સોદો ફાઈનલ કર્યો હતો.જેથી ઉમરા પોલીસમાં ગુનો નોંધાયો છે.પોલીસે ખાનગી હોસ્પિટલના નર્સના પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola