Surat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામે
Surat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામે
સુરત :- ઉધના વિસ્તારમાં વેપારીની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. હત્યાની ઘટના સીસીટીવીમાં થઈ કેદ . વેપારી પર જીવલેણ હુમલાના હચ મચાવતા સીસીટીવી આવ્યા સામે . મહાવીર માર્કેટના પાર્કિંગમાં જ માથાભારે યુવક વેપારી પર ચાકુ વડે તૂટી પડ્યો. વેપારી પર ઉપરા છાપરી ચાકુના ઘા જીતતો હોવાની કરતુત સીસીટીવીમાં કેદ. માર્કેટના પાર્કિંગમાં બાઈક મૂકવા બાબતેના સામાન્ય ઝઘડામાં જીવલેણ હુમલો કર્યો.
અન્ય એક ઘટનાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલમાં મહિલાએ કરેલ પતિની પ્રેમીકાની હત્યાનો મામલો. ગોંડલ પોલીસે પોલીસે પત્ની જિજ્ઞાબેન ની ધરપકડ કરી.. ગોંડલમાં પતિના અન્ય મહિલા સાથેના પ્રેમસંબંધથી કંટાળી મહિલાએ પતિની પ્રેમિકાની તારીખ 7 ના રોજ હત્યા કરી નાખી હતી.. જીજ્ઞાબેને પાવડાના એક પછી એક ઘા ઝીંકી પતિની પ્રેમીકા જલ્પાને મોતને ઘાટ ઉતારી.. પતિ ના પ્રેમ અને આડા સંબંધ ના કારણે પત્ની રોષે ભરાઈ હતી અને પ્રેમિકાની પાવડા ના હાથા વડે હત્યા કરી નાખી હતી....