Surat Murder Case : સુરતમાં ખૂદ પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

Surat Murder Case : સુરતમાં ખૂદ પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

સુરતના ઓલપાડમાં ખૂદ પતિએ જ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી . પત્નીએ પૈસા ચોરી કર્યા હોવાની બાબતને લઇને ઝગડો કર્યો હતો. હત્યા કરી હત્યારો પતિ થયો ફરાર . ઓલપાડ પોલીસ પહોંચી ઘટના સ્થળે. મૃતદેહનો કબ્જો લઈ પીએમની કાર્યવાહી હાથ ધરી. ગઈકાલે મોડી રાત્રે બની ઘટના.

અન્ય એક ઘટનાની વાત કરીએ તો, સુરતના ડીંડોલી વિસ્તારમાં એક હત્યાના જ આરોપીની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. ભૂતકાળમાં મર્ડરનો આરોપી ગણેશ વાઘની કરાઈ હત્યા. જૂની અદાવતમાં કરાઈ ગણેશ વાઘની હત્યા.  સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભૂતકાળમાં દેવા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. તેની જૂની અદાવત રાખી દેવાના ભાઈએ ગણેશ વાઘની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી કોણે હત્યા કરી તે અંગે ખુલાસો કર્યો નથી. પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola