સુરતમાં ભાજપ કાર્યાલયમાં 2 કાર્યકરો બાખડ્યા, ભાજપ કાર્યકરે ખજાનચીને લાફો ઝીંકી દીધો

Continues below advertisement

શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી, એટલે કે ભાજપના કાર્યકરોના ઝઘડાનો વીડિયો સામે આવ્યો છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ભાજપના બે કાર્યકરો એકબીજા સાથે છૂટાહાથની મારામારી કરતાં દેખાઇ રહ્યાં છે. સુરત ભાજપ કાર્યાલયમાં આ થપ્પડકાંડ થયો છે. અહીં ભાજપના એક કાર્યકરે ખજાનચીને લાફો ઝીંકી દીધો અને બાદમાં બન્ને વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઇ ગઇ હતી. જોકે, આ સમગ્ર મામલો તુલ પકડતાં શહેર ભાજપ પ્રમુખે કાર્યકરને નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો માંગ્યો છે. 

સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારીનો વીડિયો સામે આવ્યો છે. આજે (8 ઑક્ટોબર) બપોરે ભાજપના કાર્યકર્તા કાર્યાલય આવ્યા, ત્યારે પટાવાળા સાથે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. પછી આ મામલે પટાવાળાએ ખજાનચીને જણાવતાં મામલો બીચક્યો હતો. સુરતમાં ભાજપના કાર્યકર્તા અને ખજાનચી વચ્ચે બબાલ થઈ હતી. જેમાં કાર્યકર્તાએ ખજાનચીને લાફો ઝીંકી દીધો હતો. સમગ્ર મામલે શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, 'આ મામલે બંનેને નોટિસ આપી છે અને ત્રણ દિવસની અંદરમાં લેખિતમાં જવાબ આપવા કહ્યું છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola