સુરતમાં યુવતી પર બળાત્કાર થયાની ફરિયાદ બાદ શું આવ્યો નાટ્યાત્મક વળાંક?
સુરતમાં કોલેજિયન યુવતી પર દુષ્કર્મ થયાની ફરિયાદ મામલે નવો વળાંક આવ્યો છે. ભાનમાં આવેલી યુવતીએ કહ્યું, તેની પર દુષ્કર્મ થયું નથી. પોતે બિલ્ડીંગ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બુધવારે માડી રાત્રે પાર્લે પોઈન્ટ વિસ્તારમાંથી એક યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી. યુવતી બેભાન હાલતમાં હોઈ ઉમરા પોલીસે દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.જો કે, યુવતી ભાનમાં આવતા તેમણે પોતાની સાથે દુષ્કર્મ ના થયાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું કે તે જિંદગીથી કંટાળી ગઇ હતી જેથી મરવા માટે પહેલા ઉંદર મારવાની દવા પીધી હતી. જો કે, ઉલટી થઈ જતા એપાર્ટમેંટની અગાસી પર જઈ મોબાઈલ તોડી નાખ્યો હતો અને બાદમાં પડતુ મુક્યું હતું.