Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
સુરતમાં પૂર દરમિયાન ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વીડિયો વાયરલ થયો છે. આ મુદ્દે કાનાણીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ આ વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે AAP ભાજપને બદનામ કરવા માટે આવી હલકી રાજનીતિ કરી રહી છે. કાનાણીએ વધુમાં કહ્યું કે પૂર દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોએ લોકો વચ્ચે રહીને કામ કર્યું હતું.
સુરતમાં ભારે વરસાદ અને ખાડીપુરની સ્થિતિ વચ્ચે વાયરલ થયેલા વીડિયો પર ધારાસભ્ય કુમાર કાનાણીના જોવા મળ્યા આકરા તેવર.. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કરતા હોવાનો કુમાર કાનાણીએ આરોપ લગાવ્યો.. કુમાર કાનાણી બોલ્યા કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપને બદનામ કરી હલકી રાજનીતિ કરે છે.. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર બદનામ કરવા સિવાય કોઈ કામ ન કર્યુ હોવાનો આરોપ લગાવી ભાજપના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ પર કામ કર્યુ હોવાનો કુમાર કાનાણીએ દાવો કર્યો.. વારંવાર ટોર્ચર કરીને આમ આદમી પાર્ટી તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હોવાનો પણ કુમાર કાનાણીનો આરોપ છે..