Chaitar Vasava | Aadhar Card | ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે લોકોને હાલાકી, આખી રાત કાઢે છે લાઈનમાં
Chaitar Vasava | Aadhar Card | ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે લોકોને હાલાકી, આખી રાત કાઢે છે લાઈનમાં
આધાર કાર્ડ માટે અરજદારોને રાતોરાત ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. આધાર કાર્ડ માટે અરજદારોને ખૂબ હાલાકી થાય છે, એવો આરોપ ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે ડેડિયાપાડામાં અરજદારો આધાર કાર્ડ માટે આખી રાત ઉજાગરા કરે છે. "ડિજીટલ ભારત" અને "વિકસિત ગુજરાત"ની વાત માત્ર વાર્તા છે, એમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.
ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયો વાયરલ કર્યો છે, જે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ "એક્સ" ઉપર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં બાળકો સાથે પરિવારજનો આખી રાત આધાર કાર્ડ માટે ઉજાગરા કરતા દેખાય છે. ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી. ડેડિયાપાડા વિસ્તારમાં માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ચાલુ છે. ત્રણ ગ્રામ પંચાયતોમાં પણ આધાર સેવા કેન્દ્રો ચાલુ છે. પરંતુ મામલતદાર, બીએસએનએલ, પોસ્ટ ઓફિસ, એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે. આ કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રીના દરમિયાન આવે છે અને ત્યાં જ રાતોવાસ કરે છે. બીજા દિવસે 150 થી 200 થી પણ વધારે લોકો લાઈન પર ઊભા રહે છે. સર્વર ડાઉન હોવાના કારણે માત્ર 50 થી 60 આધાર કાર્ડ જ અપગ્રેડ થાય છે.
છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે. અમે અગાઉ પણ 29/4/2024 અને 29/8/2024 ના રોજ પ્રાંત અધિકારી શ્રીને અને 30/8/2024 ના રોજ નર્મદા કલેક્ટર શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે.