Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
સુરતમાં દુષ્કર્મ અને ધમકીના કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર આમ આદમી પાર્ટીના કાર્યકર કાળુ વઘાસિયાની પોલીસે કરી ધરપકડ. સોશલ મીડિયાના માધ્યમથી મહિલાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર કાળુ વઘાસીયાને પોલીસે બાતમીના આધારે લસકાણા ડાયમંડ સિટી નજીકથી મોડી રાત્રે ઝડપી પાડ્યો. ડિસેમ્બર 2024માં આરોપી કાળુ વઘાસીયા સોશલ મીડિયાના માધ્યમથી મહિલાના સંપર્કમાં આવ્યો હતો. પોતાની રાજકીય ઓળખ અને મીઠી વાતોથી મહિલાનો વિશ્વાસ જીત્યો. પત્ની સાથે બનતુ ન હોવાનું અને પત્નીને છૂટાછેડા આપી મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપી. જે બાદ અલગ અલગ હોટલોમાં લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યાનો કાળુ વઘાસીયા પર આરોપ છે. જો કે મહિલાએ લગ્ન માટે દબાણ કરતા આરોપીએ પોતાનો અસલી રંગ દેખાડ્યો. લગ્ન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરીને મહિલા અને તેના દીકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી. જે બાદ મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં આરોપી કાળુ વઘાસીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.