Surat news: સુરતના કાપોદ્રામાં તબીબને માર મારવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ.
સુરતના કાપોદ્રામાં તબીબને માર મારવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ.. ફ્લોરલ હોસ્પિટલના તબીબ પ્રતીક માવાણી પર હોસ્પિટલમાં જ કામ કરતી યુવતીએ છેડતીનો આરોપ લગાવ્યો હતો. યુવતીના આરોપ બાદ તેના પરિવારજનોએ તબીબ પર હુમલો કર્યો હતો. તબીબની ફરિયાદ બાદ અગાઉ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. જોકે, મંગળવારે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી..
મળતી માહિતી અનુસાર, ગત તા. 29 જાન્યુઆરી-2025ના રોજ સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ફ્લોરલ હોસ્પિટલના તબીબે યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો હતો. જે મામલે યુવતીના પરિજનો અને મિત્રોએ હોસ્પિટલમાં પ્રવેશ કરી તબીબને માર માર્યો હતો. જોકે, મારામારીની ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા હતા. આ ઘટનામાં તબીબને ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગાયનેકોલોજિસ્ટ પ્રતીક માવાણી વિરુદ્ધ પરિજનોએ છેડતીનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ પોલીસે સામસામે ગુન્હો નોંધી મારમારી કરનાર એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે હવે પોલીસે તબીબ પર હુમલો, ખંડણી, મારામારીની ઘટનામાં વધુ એક આરોપી મોહિત ઘાસક્ટાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.