Surat news: ભાવનગરમાં પાટીદાર દંપતી પર થયેલા હુમલાના પડઘા સુરતમાં પડ્યા

Continues below advertisement

ભાવનગરમાં પાટીદાર દંપતી પર થયેલા હુમલાના પડઘા સુરતમાં પડ્યા. અનેક સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે, સંતાનો સુરતમાં રહેતા હોય અને વડીલો ગામડાઓમાં રહેતા હોય એવા અનેક પરિવારો છે. છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ વધી છે. તાજેતરમાં ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો. વૃદ્ધાનું ગળું દબાવી અને બે લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા છે અને એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો.તમામે એકસૂરે માગ કરી કે, ગામડાઓમાં રહેતા પાટીદાર વયોવૃદ્ધ વડીલો માટે કોન્યુનિટી કીચન શરૂ કરવામાં આવે..દરેક ગામડાઓમાં સરકારી અથવા સ્વ ખર્ચે કેમેરાઓ મુકવામાં આવે.ગામડાઓમાં દરેક સમાજ એક થઇને રહે અને સમરસતા જળવાઇ પરંતુ જો કોઇ લુખ્ખાઓ સળી કરે તો આખું એકજુટ થઇ ફરીયાદ કરવા આગળ આવે 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola