Mansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?
Mansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?
સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર વહીવટી પ્રશાસનના અધિકારીઓ પર પ્રહાર કર્યા. શુક્લ તીર્થમાં નર્મદા નદીમાં ડૂબી જતા ત્રણ લોકોના મોત થયા છે, જેને લઈને તેમણે કહ્યું કે નદીઓમાં ગેરકાયદે ખનન પર લગામ ન લાગતા ડૂબવાની ઘટના વધી રહી છે. રાજકીય વગ ધરાવતા લોકો પણ વેપલામાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો. મુખ્યમંત્રી સાહેબને મેં પત્ર લખ્યો છે કે આ રેત માફિયાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં આવા નિર્દોષ લોકો ભોગ ન બને એના માટે તંત્રએ કાળજી રાખવી જોઈએ અને આના માટે મેં જવાબદારી હું ઠેરવું છું, ત્રણે ત્રણ જિલ્લાના જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર હોય કે વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર હોય કે પછી નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર. આ બધા જ લોકોની મિલીભગત અને ગાંધીનગર સુધી એમની લિંક હોય. ગાંધીનગરમાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ રેત માફિયા સાથે જોડાયેલા હોય છે અને કેટલાક આ રેત માફિયા બહુ મોટા રાજકીય વગ ધરાવનારા લોકો હોય છે, એના કારણે ઘણા અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી શકતા નથી પરંતુ આજે જિલ્લા સંકલનની મીટિંગમાં પણ આજે મેં કહ્યું ગમે તેટલા મોટા કોઈ પણ ચમરબંધી હોય પણ કાયદેસરની કાર્યવાહી કરો કારણ કે નિર્દોષ લોકોનો ભોગ બને છે.