Gujarat BJP : કયા ભાજપ નેતાની કોર્ટમાં હાજર ન રહેતા થઈ ધરપકડ? , પાટીદાર આંદોલનના નેતા જેલમાં

Continues below advertisement

Gujarat BJP : કયા ભાજપ નેતાની કોર્ટમાં હાજર ન રહેતા થઈ ધરપકડ? , પાટીદાર આંદોલનના નેતા જેલમાં

કોર્ટમાં સતત ગેરહાજર રહેતા ભાજપ નેતા ધાર્મિક પાલવિયા વિરુદ્ધ કડક વલણ દાખવી સુરત કોર્ટે જેલમાં મોકલ્યા છે. વર્ષ 2015 માં પાટીદાર આંદોલન સમયે ધાર્મિક માલવિયા વિરુદ્ધ રાયોટિંગ સહિતના ગુના નોંધાયા હતા. આ કેસમાં હાલમાં સુરતની કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. જો કે કેસની સુનવણીમાં લાંબા સમયથી ગેરહાજર એવા ધાર્મિક માલવિયાની સામે કોર્ટમાં બિનજામીન પાત્ર વોરંટ પણ ઇસ્યુ કરાયું હતું. આ વોરંટ રદ્દ થયા બાદ પણ છેલ્લી બે મુદતથી ધાર્મિક માલવિયા કોર્ટમાં હાજરી પુરાવતો નહોતો, જેથી આખરે ધાર્મિક માલવિયાને તેના વકીલ મારફતે બિનજામીન પાત્ર વોરંટ રદ્દ કરવા કોર્ટમાં આવવાનું હતું, પરંતુ કોર્ટે તેની વાત સાંભળી નહોતી અને વોરંટ પણ રદ્દ કર્યું નહોતું. ત્યાર બાદ ધાર્મિકના નામનું જેલ વોરંટ ભરી કસ્ટડીમાં લીધા બાદ ધાર્મિક પાલવ્યાને લાજપુર જેલમાં મોકલવાનો હુકમ કરાયો હતો. બીજી તરફ ધાર્મિકે જામીન મુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરી હતી જેના પર સુનવણી હાથ ધરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram