Surat Khadi Flood : સુરતમાં ખાડીપૂરને લઈ MLA કુમાર કાનાણીએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર, શું કરી માંગ?
Surat Khadi Flood : સુરતમાં ખાડીપૂરને લઈ MLA કુમાર કાનાણીએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર, શું કરી માંગ?
સુરત ખાડીપુર ને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર. પદ્મશ્રી મથુર સવાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્ર મામલે આપ્યું સમર્થન. મથુર સવાણીએ આપેલા સૂચનોને તાત્કાલિક તપાસી શક્ય હોય તો યોજના અમલી કરવી જોઈએ. યોજના થકી વખતો વખત આવતા ખાડીપૂરને નિવારી શકાય. મથુર સવાણી એ લખેલા આ પત્ર મામલે ઝડપી કાર્યવાહી થાય તે માટે નો ભલામણ કરતો પત્ર લખ્યો.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા સુરતમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ખાડીપૂર આવ્યું હતું. જેને કારણે સુરત બેહાલ બની ગયું હતું. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આ મામલે લોકોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.