Sumul Dairy Election : સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ભાજપની તૈયારી

સુરત અને તાપી જિલ્લાની આર્થિક જીવાદોરી ગણાતી સુમુલ ડેરીની ચૂંટણીનો માર્ગ આખરે મોકળો થયો છે. હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને રાજકીય માહોલ ગરમાયો છે. ભૂતકાળના કડવા અનુભવોમાંથી બોધપાઠ લઈ ભાજપ પ્રદેશ નેતૃત્વ આ વખતે કોઈ પણ પ્રકારની આંતરિક જૂથબંધી ચલાવી લેવાના મૂડમાં નથી. દરેક બેઠક માટે ભાજપ તરફથી સત્તાવાર ઉમેદવાર જાહેર કરાશે.જો કોઈ નેતા મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરશે અથવા બળવો કરશે, તો તેમની સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવામાં આવશે. પક્ષના આ કડક વલણથી અનેક દિગ્ગજ આગેવાનો જેઓ પોતાની રીતે દાવેદારી કરવા માંગતા હતા, તેમના રાજકીય ગણિત ઉંધા પડ્યા છે.છેલ્લા 8 મહિનાથી સીમાંકન અને મતદાર યાદીના વિવાદોને કારણે અટવાયેલી આ ચૂંટણી હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.25મી મેના રોજ જાહેરનામું બહાર પડતા જ અત્યાર સુધી પડદા પાછળ ચાલતી સોગઠાંબાજી ખુલ્લા મેદાનમાં આવશે. ભાજપના શિસ્તના આગ્રહ વચ્ચે કયા દિગ્ગજોને ટિકિટ મળે છે અને કોના પત્તા કપાય છે, તેના પર સૌની નજર રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola