સુરતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આ બે રૂટ પર BRTS સેવા શરૂ કરાઇ
સુરતમાં કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો થતાં પાલિકાએ બે રૂટ પર BRTS બસ સેવા શરૂ કરી હતી. સુરત ઉધના દરવાજાથી સચીન અને ખરવરનગરથી ઓએનજીસી બસ સેવા શરૂ કરાઇ હતી. આ બે રૂટ મળીને કુલ નવ બસ દોડે છે. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે બસમાં 50% મુસાફર રખાશે.બે રૂટ પર બસ સેવા થતાં શ્રમિકોએ આંશિક રાહતની લાગણી અનુભવી છે.