Surat Murder Case: સુરતના લસકાણામાં કચરાના ઢગલામાંથી મૃતદેહ મળવાના કેસનો ભેદ ઉકેલાયો

Continues below advertisement

સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા વિજયનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક માણસનું માથું મળી આવ્યું. પોલીસે તપાસ કરતા 500 મીટર દૂર આવેલા એક મકાનમાંથી ધડ પણ મળી આવ્યું. પોલીસે હવે તપાસ શરુ કરી કે આ માથું અને ધડ કોના છે.. કોણે શા માટે આ વ્યક્તિની હત્યા કરી. આ માટે પોલીસે સીસીટીવી કેમેરાની મદદ લીધી. તપાસમાં સામે આવ્યું કે મૃતક દિનેશ મહંતો છે. તેની પત્ની અને 3 સંતાનો બિહારમાં રહે છે. અંદાજે છ દિવસ બાદ ઝડપાયો ધટનાનો આરોપી. આરોપીની ઓળખ થઈ મુન્ના બિહારી તરીકે.. બન્ને સાથે એક જ કારખાનામાં કરતા હતા કામ.. એક જ ગામના હતા.  આરોપી અને મૃતક એક જ રુમમા રહેતા હતા. મૃતક અને આરોપી વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. મૃતકે આરોપીને મા- બહેન સામી ગાળો આપી.. એ સમયે આરોપીએ મૃતકને પથ્થર માર્યો.. છતાં દિનેશ ન અટક્યો... જેથી આરોપી મુન્નાને વધુ ગુસ્સો આવ્યો અને એણે છરીથી દિનેશનું માથું અને ધડ જુદા કરી નાંખ્યા. પકડાઈ જવાની બીકે માથું કચરા ટોપલીમાં નાંખી દીધું.. અને ધડને ઠેકાણે પાડે તે પહેલા જ પોલીસે તપાસ શરુ કરી દીધી.. એટલે ધડ ત્યાં જ મૂકીને આરોપી મુન્નો નાસી છૂટ્યો. હત્યા બાદ મુન્ના ઉર્ફે ઈર્શાદે લસકાણા છોડીને સુરત ગ્રામ્યની હદમાં આવેલા પીપોદરા વિસ્તારમાં આશરો લીધો હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે મોબાઈલનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું. પીપોદરામાં કોઈ તેને ઓળખતું ન હોવાથી તેણે પોતાનું નામ 'મુન્નો' ને બદલે 'ઈર્શાદ મન્સુરી' રાખીને સંચાના કારખાનામાં નોકરી શરૂ કરી દીધી હતી. જોકે, નોકરીના માત્ર એક જ દિવસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો અને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola