Surat: કોગ્રેસનું ચૂંટણી ચિહ્ન અન્ય પાર્ટીના ચિહ્ન કરતા નાનું હોવાનો કોગ્રેસનો દાવો
સુરત મોક પોલિંગમાં કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન અન્ય પાર્ટીના ચિહ્ન કરતા નાનું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કામરેજ કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. યોગ્ય નિકાલ ન થાય તો કોંગ્રેસ પાર્ટી કાયદાનો સહારો લેશે તેવી પણ વાત કરી છે.