Congress MLA Anant Patel: કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આંદોલનની ચીમકી
Congress MLA Anant Patel: કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલની આંદોલનની ચીમકી
પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ ને લઈ ને રાજકારણ ગરમાયું. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના ફરી આંદોલનની જાહેરાત બાદ હવે ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ મેદાને. તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ ને લઈને હવે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આપી પ્રતિક્રિયા. અનંત પટેલ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ ને લઈ દક્ષિણ ગુજરાત ના આદિવાસી સમાજ ને ગુમરાહ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ ને કોઈ પણ પ્રકારની કામગીરી હાલ નથી કરવામાં આવી. અનંત પટેલ એ ધરમપુર ખાતે એક નિવેદનમાં કહ્યું હતું કે લોકસભાના મોન્સુન સત્રમાં ડીપીઆર મુકાતા આદિવાસી સમાજ ફરી આંદોલનની શરૂઆત કરશે. જે સદંતર પાયાવિહોણી અને નજીકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય જેનો લાભ લેવા જૂઠાણું ચલાવી રહ્યા છે.