Surat Flood : સુરત બન્યું વેનિસ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Surat Flood : સુરત બન્યું વેનિસ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

સુરતમાં ખાડી પૂરથી અનેક વિસ્તારો પાણીમા ગરકાવ થયા હતા. સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઓલપાડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની છે આગાહી કરવામાં આવી છે. સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. કારેલી ગામની રૂદ્રાક્ષ રેસિડન્સી વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. વરસાદના વિરામ છતા હજુ સુધી નથી ઘરોમાંથી વરસાદના પાણી ઓસર્યા નથી. 250થી વધુ મકાનો ખાડીપૂરમાં ગરકાવ થયા હતા.

સુરત મહાપાલિકા મોડે મોડે એક્શનમાં આવી હતી. પર્વત ગામની સોસાયટીને જોડતા રોડ તોડવાનું શરૂ કરાયું હતું. રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા રોડ તોડવાનું કામ શરૂ કરાયું હતું. રોડ તોડી વરસાદી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે. ત્રીજા દિવસે મનપાએ કરોડોના ખર્ચે બનાવેલો રોડ તોડ્યો હતો.

ખાડીપૂરના હાહાકાર બાદ મેયર સહિતના પદાધિકારીઓ બહાર નીકળ્યા હતા. બે દિવસના વરસાદમાં લોકોને રામ ભરોસે મૂકી શાસકો ચેમ્બરમાં બેઠા હતા. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સુરત મનપાનું પ્રશાસન જાગ્યું હતું. બે દિવસ બાદ હવે ડૂબતી ખુરશી બચાવવા મેયર મેદાનમાં ઉતર્યા હતા. સરથાણાની શુભમ પાર્ક સોસાયટી હજુ પણ પાણીમાં ગરકાવ છે. સીમાડા ખાડીના પાણી સરથાણા વિસ્તારમાં ફરી વળ્યા હતા. ખાડીનું લેવલ ઘટતા સાંજ સુધીમાં જળસ્તર ઘટવાનો મેયરે દાવો કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola