ABP News

Surat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત

Continues below advertisement

Surat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત 


સુરતના મહિલા PSIના દારૂને લઈને નિવેદનનો મામલો. સમગ્ર મામલે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલે આપ્યું નિવેદન. ન માત્ર પાટીદાર સમાજ પણ તમામ સમાજમાં દારૂનું દુષણ વધ્યું. સમાજમાં એક-બે ટકા આવા દુષણ હોય છે. જે ચેતવણી આપી છે એ બરાબર છે, પણ જે ટકાવારી આપી છે તે બરોબર નથી . પાટીદાર સમાજ ક્યારેય વ્યશનને પ્રોત્સાહન આપતું નથી.  આ અંગે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પણ પ્રતિક્રિયા આપી છે અને મહિલા પીએસઆઇના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. 


મહિલા PSI ના પટેલ યુવાનોના નિવેદન મુદ્દે પ્રતિક્રિયા. દિનેશ બાભણીયાએ ઉર્વીષા બેનના નિવેદનને કર્યું સમર્થન. સમાજની ચિંતનો આ વિષય . આ બાબતે કડક કાર્યવાહી કરવી જોઈએ. પોલીસને આ મામલે ભલામણ ના કરવી જોઈએ. 

પટેલ સમાજના એક કાર્યક્રમમાં મહિલા PSI એ સમાજ માટે વાત કરી. સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI ઉર્વીષા મેંદપરા નું નિવેદન આવ્યું સામે. પટેલ સમાજ માટે યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું. પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે , અમે દરોજ પીધેલા 15 લોકોને પકડીએ તેમાં 10 લોકો પટેલ યુવાનો હોય છે. પાછી મને ભલામણ કરે કે તમે પટેલ છો તો તમે તો સમજો. આવા લોકોને કોઈ ભલામણ ના કરે તો પણ મારા પટેલ સમાજના છોકરીઓને છોડવાના નહીં. આવા લોકો એક દિવસ લોકપ માં રહેશે તો ભાન થશે. પૈસા છે તો સારી જગ્યાએ વાપરો. સાઇબર ના કેસો આવે છે તેમાં 50 ટકા પટેલ સમાજના હોય છે. શું કરવા અળવે રસ્તે જાઓ છો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram