સુરતમાં કોરોનાને અટકાવવા ટાસ્ક ફોર્સની રચના, SOPનું પાલન ન કરનાર સામે કરાશે કાર્યવાહી
સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આ સંક્રમણને અટકાવવા માટે સુરત પાલિકા કમિશ્નરે ટાસ્ક ફોર્સની રચના કરી છે. શહેરના ડાયમંડ માર્કેટ., ટેક્સટાઈલ માર્કેટ, શાક માર્કેટ અને સ્લમ વિસ્તારમાં ટાસ્ક ફોર્સની ટીમ તૈનાત રહેશે અને જ્યાં પણ SOPની પાલન નહીં ત્યા આ ટીમ કાર્યવાહી કરશે. મનપા કમિશ્નરે બનાવેલી આ ટાસ્ક ફોર્સની ટીમમાં સિનિયર કક્ષાના અધિકારીનો સમાવેશ કરાયો છે.