ABP News

CR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

Continues below advertisement

કેંદ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે લીધા ધારાસભ્યો અને સાંસદના ક્લાસ. જનમેદની વચ્ચે જાહેર મંચ પરથી ધારાસભ્યો અને સાંસદને તતડાવ્યા કે જળસંચય માટે કેટલું આપ્યું યોગદાન ?સાંસદ મુકેશ દલાલને ખખડાવ્યા કે 5 કરોડ સુધી રકમ આપો જળ સંચયમાં. સાથે મંત્રી મુકેશ પટેલ અને હર્ષ સંઘવીએ જળ સંચય માટે કરેલી કામગીરીને બિરદાવી પણ ખરી.

ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જળ સંચયને લઈ સાંસદ અને ધારાસભ્યોના લીધા ક્લાસ. અવસર હતો જળસંચય જનભાગીદારી અભિયાન અંતર્ગત 27 હજાર, 300 કરોડના કામોના ખાતમુહૂર્તનો. સી. આર. પાટીલ પહોંચ્યા હતા સુરતના મોરા ગામે. અહીં તેમણે જળ સંચયના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી જળનું મહત્વ તો સમજાવ્યું. સાથે જ મંચ પરથી જળ સંચય મુદ્દે સાંસદ અને ધારાસભ્યોના ક્લાસ પણ લીધા. પાટીલે મંચ પરથી પૂછ્યું કે, જળસંચય માટે કેટલું યોગદાન આપ્યું. સાંસદ મુકેશ દલાલને 5 કરોડ સુધીની રકમ જળસંચયમાં આપવા ટકોર કરી. તો ધારાસભ્યોને પણ જળ સંચયના કામોમાં રકમ આપવા ટકોર કરી..

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram