Cyber Fraud Case: સાયબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ, સુરત પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

સુરતમાં સાયબર ફ્રોડ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના ત્રણ સાગરિત ઝડપાયા..આ ઠગ ગેંગે અત્યાર સુધીમાં ગુજરાતના નવ મળી કુલ ચાલીસ લોકોને થાઈલેન્ડ મોકલ્યા, જેમની સાથે ફ્રોડ થયું. આ કેસમાં રાજકોટના રહેવાસી એજન્ટ તથા વિઝા એજન્ટ પાસેથી મહત્વના પુરાવા હાથ લાગ્યા છે. આરોપીઓએ થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપી થાઈલેન્ડ મોકલ્યા. જ્યાંથી ચાઈનીસ ગેંગની સાંઠગાંઠમાં ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી અપાયા. જ્યાં ચાઈનીસ કંપનીઓમાં કેદ કરાવ્યા અને આ લોકો પાસેથી સોશલ મીડિયા પર ફેક આઈડી બનાવી તેના થકી રોકાણ કરવા માટે કોલ અને મેસેજ કરાવાતા હતાં. સુરત પોલીસે ફરિયાદના આધારે ચાઈનીસ કંપનીના ભારતના મેનેજર, એજન્ટ અને પેટા એજન્ટની ધરપકડ કરી. જેની પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ નોકરીની લાલચ આપી વાયા થાઈલેન્ડ થઈ મ્યાનમાર મોકલાતા હતા. જેમાં વ્યકિતદીઠ કમિશન પેટે 3થી 4 હજાર USDT એટલે કે ત્રણથી ચાર લાખ રૂપિયાનું કમિશન મળતું હતું. આ કેસમાં સાયબર ક્રાઈમે પંજાબના ઝીરકપુરમાં એક ફ્લેટમાંથી નીપેન્દ્ર ઉર્ફે નીરવ લવકુશ ચૌધરી, પ્રિત કમાણી અને અન્ય એકની ધરપકડ કરી. પોલીસે એક લેપટોપ, ચાર મોબાઈલ મળી કુલ 1.72 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola