Dudhdhara Dairy Election : કમળના નિશાન વગર જીતીશું, ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રાણાનો હુંકાર

Continues below advertisement
Dudhdhara Dairy Election : કમળના નિશાન વગર જીતીશું, ભાજપ ધારાસભ્ય અરુણસિંહ રાણાનો હુંકાર

ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ ધારાસભ્ય અરુણસિંહે પાર્ટીના વિરોધમાં જઈને ચૂંટણીમાં પેનલ ઊભી રાખી હતી, એવામાં ભાજપે પક્ષ વિરોધી કામગીરી બદલ નવ કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. જેને લઈને ધારાસભ્ય અરુણસિંહે પ્રતિક્રિયા આપી કે સસ્પેન્શનથી કોઈ ફરક નથી પડવાનો. દૂધધારા ડેરીની ચૂંટણીમાં અમારી વિકાસ પેનલની જીત જ થશે. કમળના નિશાન વગર પણ ચૂંટણી લડીશું અને જીતીશું. આ તરફ અરુણસિંહની પેનલ અને બિનહરીફ ઉમેદવાર પ્રકાશ દેસાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનો પણ આરોપ લગાવી ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખી રજૂઆત કરી. તેમણે આરોપ લગાવ્યો કે અરુણસિંહ પોતાની ખાનગી ડેરી ચલાવે છે.
 
અરુણસિંહે કહ્યું કે, સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી, એટલા માટે કે મેં 15 ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ભાજપના છે. હવે અસરનો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમળના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આજ દિન સુધી કમળના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી. આ ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ પીડિત શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારિતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે. પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું મક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિકાસ વિજય થવાનો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola