Umarpada River Flood | ઉમરપાડામાં આભ ફાટ્યું | 2 જ કલાકમાં ખાબક્યો 10 ઇંચ વરસાદ, વીરા નદી ગાંડીતૂર

Continues below advertisement

Umarpada Rainfall News: રાજ્યમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો અને સ્થાનિક વીરા નદીમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. પાંચ વર્ષ બાદ વીરા નદીમાં નવા નીર આવ્યા, હાલમાં નદી બે કાંઠે વહેતી થઇ છે. 

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે, અને હજુ પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. તાજા અપડેટ પ્રમાણે, ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદી છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઉમરપાડાની વીરા નદી બે કાંઠે થઇ છે, ખાસ વાત છે કે, ચિતલદા ગામેમાં થઇને વહેતી વીરા નદીમાં પાંચ વર્ષ બાદ નવા નીર આવ્યા છે. પાંચ વર્ષ બાદ નદીમાં આટલુ ભરપૂર પાણી આવ્યુ છે. નદીમાં પાણી આવતા જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા. વીરા નદી ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામથી પસાર થાય છે, નવા નીર આવતા અહીંથી અન્ય ગામોનો જોડોતો રૉડ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નદીના પાણી રસ્તા પર ફરી વળતા લોકો બન્યા સંપર્ક વિહોણા થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram