
Govind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસો
જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં રાજ્ય સભાના સાંસદ અને હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાનું સૌથી મોટું નિવેદન. હીરામાં મંદી લેબગ્રોન ડાયમંડ ના હિસાબે આવી. ટૂંક સમયમાં લેબગ્રોન હીરો કિલો અને ટનમાં વેપાર થશે.
લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદી આવી હોવાની રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાનો ખુલાસો.જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં યોજાયેલ કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા, જે હાલમાં કેરેટમાં માપવામાં આવે છે..તેની વૈશ્વિક માંગને કારણે ટૂંક સમયમાં કિલો અને ટનમાં વેપાર થશે. બીજી તરફ હાલ નેચરલ ડાયમંડની ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે હીરા ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી ભયંકર મંદીનો માહોલ છે..હીરા ઉદ્યોગમાં મંદીના કારણે અનેક રોજગારી પર લટકતી તલવાર છે. હીરાની મંદી મુદ્દે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાના નિવેદનથી વિવાદના એંધાણ જોવા મળી રહ્યા છે.