ABP News

Surat Police: સુરતમાં જોખમી સ્ટંટ કરી પોલીસને પડકાર ફેંકવો પડ્યો ભારે!

Continues below advertisement

નબીરાઓએ સુરત પોલીસને આપી ચેલેન્જ. પકડી શકો તો પકડી લો. કાર પર સવાર થઈ નબીરાઓએ કાળા રંગમાં રંગાયને તોફાન મચાવ્યુ. પુર ઝડપે કાર હંકારી અન્યના જીવને જોખમમાં મુકીને સ્ટંટ કર્યા. પણ નબીરા એ ભુલી ગયા કે તેમના મોઢાની જેમ તેમના કારનામા તો કાળા છે. પરંતુ જે સ્કોર્પિયો કારમાં તે સ્ટંટબાજી કરી રહ્યા છે તે કારની નંબર પ્લેટ હજુ એમની એમ છે.. GJ-05-RV-9841 નંબરની કારના આધારે પોલીસે કાર્યવાહી કરીને નવ નબીરાઓની ધરપકડ કરી. મુખ્ય આરોપી હિરેન ગોહિલ સહિત પોલીસે નવ આરોપીની ધરપકડ કરી. હિરેનનો પિતા બુટલેગર હોવાની પણ ચર્ચા છે.. અન્ય તમામ આરોપીઓ વરાછાના ઘનશ્યામ નગરના રહેવાસી છે. તમામની ધરપકડ કરીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યુ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram