Valsad Rain | વલસાડ શહેરમાં સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બીજે ક્યાં પડ્યો વરસાદ?

Continues below advertisement

Gujarat Weather: ગુજરાતમાં આજે સાત તાલુકાઓમાં વરસાદ (Rain) ખાબક્યો હતો. વાપી તાલુકામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ (Rain) નોંધાયો હતો. વલસાડ શહેરમાં દોઢ ઈંચ, કપરાડા તાલુકામાં અડધો ઈંચ અને પારડી તાલુકામાં પણ અડધો ઈંચ વરસાદ (Rain) થયો હતો. આ ઉપરાંત ધરમપુર, ચોરાસી અને વઘઈમાં પણ વરસાદ (Rain) પડ્યો છે.

આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે. આ ભારે વરસાદ (Rain) સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.

ભારે વરસાદ (Rain)ની આગાહીને ધ્યાનમાં લઈને, NDRF (National Disaster Response Force) ની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram