Surat Honey Trap Case: સુરતમાં હનીટ્રેપનો પર્દાફાશ, ક્રાઈમબ્રાન્ચે બે આરોપીને પકડ્યા

Continues below advertisement

બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી અને વકીલની સુરત ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ. ક્રાઈમબ્રાન્ચે ટ્રેપ ગોઠવીને બિલ્ડર પાસેથી 20 લાખ રૂપિયા લેવા આવેલ હેતલ નામની યુવતી અને અભિષેક શેઠીયા નામના વકીલને રંગેહાથ ઝડપી પાડ્યા.  વર્ષ 2022માં આરોપી યુવતી અને બિલ્ડર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બંન્ને અલગ અલગ હોટલમાં જતા હતા. જ્યાં બિલ્ડરની જાણ બહાર જ અંગતપળોના વીડિયો બનાવી યુવતીએ બિલ્ડર પાસેથી 50 લાખની ખંડણીની માગ કરી હતી. અંગતપળોના વીડિયો વાયરલ કરવાની અને દુષ્કર્મના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપીને બિલ્ડર પાસેથી ખંડણી માગી હતી. આરોપી યુવતી અને તેના સાગરીત વકીલે બિલ્ડરને 20 લાખ રૂપિયાનો પ્રથમ હપતો આપવા માટે વીઆર મોલના ફુડ ઝોનમાં બોલાવ્યો હતો. જ્યાં ક્રાઈમબ્રાન્ચની ટીમ પહેલેથી જ વોચમાં હતી. આરોપી યુવતી અને તેનો સાગરીત ફુડ ઝોનમાંથી બહાર નીકળે તે પહેલા જ ક્રાઈમબ્રાન્ચે બંન્નેને ઝડપી પાડ્યા. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola