સુરતઃ 'પત્નીથી કંટાળી ગયો છું એટલે હત્યા કરી', લાશને કોથળામાં ભરી પતિ થયો હતો ફરાર

સુરતના પુણાની મુક્તિધામ સોસાયટીમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. લક્ષ્મણ ચૌધરી નામના આરોપીએ પત્ની કૌશલ્યાને ગળેટુંપો આપી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ પત્નીના મૃતદેહને કોથળામાં પેક કરીને ફરાર થઈ ગયો હતો. આરોપી પતિ કોથળામાં મૃતદેહની સાથે એક ચિઠ્ઠી પણ મુકી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે પત્નીથી કંટાળી ગયો છું એટલે હત્યા કરી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી પતિ લક્ષ્મણ ચૌધરીની કામરેજથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપી પતિએ જણાવ્યું કે લગ્ન બાદ નાની નાની વાતે ઝઘડો થતો હતો અને પત્ની વારંવાર ઘર છોડીને ભાગી જવાની વાત કરતી હતી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola