Kirti Patel Protest: કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાં , જુઓ કોળી સમાજે કેમ નોંધાવ્યો વિરોધ ?
સુરતમાં ઇન્ફ્લ્યૂએન્સર કીર્તિ પટેલનો કોળી સમાજે વિરોધ કર્યો. કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ ખોલ્યો મોરચો. ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી કરવાની માગ સાથે આવેદન આપ્યું . કીર્તિ પટેલ કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ છે તેની ધરપકડ કરવા માંગ.
સુરત પોલીસ કમિશનર કચેરી સામે આજે કોળી સમાજના સભ્યોએ મોરચો કાઢ્યો હતો. આ મોરચાનું મુખ્ય કારણ ટિકટોક સેલિબ્રિટી કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ કાર્યવાહીની માંગ હતી. કોળી સમાજના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.તેમાં મુખ્યત્વે ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓનો મુદ્દો હતો. સમાજના આગેવાનોએ આરોપ મૂક્યો કે કીર્તિ પટેલ અને રામદાન ગઢવીએ ઋષિ ભારતી બાપુને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. આવેદનપત્રમાં કીર્તિ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ હાલમાં કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ છે. કોળી સમાજે તેની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.