ABP News

Kumar Kanani: કુમાર કાનાણીનો વધુ એક લેટરબોંબ, પોલીસ અને મનપા કમિશ્નરને લખ્યો પત્ર

Continues below advertisement

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનર અને મનપા કમિશનરને લખ્યો પત્ર.  વરાછામાં ઠેર ઠેર રસ્તાના ખોદકામના કામ સામે વ્યક્ત કર્યો આક્રોશ. તબક્કાવાર રોડ ખોદવા કે બંધ કરવા કરી માંગ. ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ વ્યક્ત કરી નારાજગી...

સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જેમણે ફરી એકવાર ફોડ્યો લેટર બોંબ. સુરત પોલીસ કમિશ્નર અને મનપા કમિશ્નરને સંબોધીને તેમણે પત્ર લખ્યો જેમાં વરાછામાં ઠેર ઠેર રસ્તાઓ પર થયેલા ખોદકામ પર આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે પત્રમાં લખ્યું કે વિકાસનો વિરોધ નથી પણ અણઘડ કામગીરીને કારણે લોકો પરેશાન છે. તેમણે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી. રસ્તા પર ખોદકામને કારણે થતા ટ્રાફિકજામને નિયમન કરવાને બદલે ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનું આક્ષેપ પણ આ પત્રમાં કર્યો છે.. તબક્કા વાર રોડ બંધ કરવા કે ખોદવા માટે કુમાર કાનાણીએ કરી માંગ..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram