સુરતમાં સામે આવ્યું ઓછો ગેસ આપવાનું કૌભાંડ

સુરત: સતત ગેસ સિલિન્ડરનો ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ ગેસ એજન્સીના ગેસ સિલિન્ડરમાં બેથી ત્રણ કિલો ગેસ ઓછો આવવાની ફરિયાદ ઉઠી છે.. પુણા વિસ્તારની યોગેશ્વર સોસાયટીમાં ગેસ ઓછો હોવાથી સ્થાનિક લોકોએ હોબાળો કર્યો હતો. ઇન્ડિયન ગેસ એજન્સી દેવપુર પા.ની ગાડીમાં ગેસ સિલિન્ડરમાં એકથી ત્રણ કિલ્લો ગેસ ઓછો આવતો હોવાની ફરિયાદ કરી છે. સ્થાનિક લોકોએ વિરોધ કરી મામલતદાર સહિતના અધિકારીઓને બોલાવવાની તજવીજ હાથ ધરી હતી. સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ સોસાયટીના લોકોએ જાગરૂકતા બતાવી અને આ ગેસ કૌભાંડને ખુલ્લું પાડ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola