Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ

Continues below advertisement

શુદ્ધ પીવાના પાણીની માગ સાથે સુરતના સચીન વિસ્તારમાં લોકોએ કર્યો ચક્કાજામ.. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તંગથી પરેશાન મહાવીર સોસાયટીના રહિશો આજે રોષ સાથે રસ્તા પર ઉતર્યા.. વારંવારની રજૂઆતો કરવા છતા મહાનગરપાલિકા તરફથી પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન કરતા સ્થાનિકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યુ.. નિયમિત વેરા અને પાણીના બિલ ભરવા છતા પીવા માટે શુદ્ધ પાણી કેમ નથી મળતુ તેવા પણ રહિશોએ મહાનગરપાલિકાને સવાલ કર્યો.. સ્થાનિકોના વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી.. પોલીસે રહિશોને સમજાવવાનો પ્રયાસ તો કર્યો.. પરંતુ રોષે ભરાયેલા રહિશો પોલીસની વાત માનવા તૈયાર ન થયા.. જો કે લાંબી ચર્ચા બાદ આખરે રહિશોએ વિરોધપ્રદર્શન અટકાવ્યુ હતુ.. રહિશોએ ચીમકી ઉચ્ચારી કે જો મહાનગરપાલિકા તરફથી પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં મળે તો આગામી સમયમાં મનપા કચેરીનો ઘેરાવ કરાશે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola