સુરતઃ પાંડેસરામાં હત્યા બાદ દિવાલમાં ચણેલી લાશને પાંચ વર્ષ બાદ પોલીસે કાઢી બહાર, જાણો કોની કરાઇ હતી હત્યા?
સુરતના પાંડેસરા વિસ્તારમાં દિવાલમાં ચણી દેવાયેલા મૃતદેહને પોલીસે બહાર કાઢ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ મૃતદેહ જેનો છે તેની વર્ષ 2015માં હત્યા કરવામાં આવી હતી અને બાદમાં મૃતદેહને દિવાલમાં ચણી દેવામાં આવ્યો હતો.હાલ પોલીસ ઘટના સ્થળે છે. અંગત અદાવતમાં 19 વર્ષીય શિવમની હત્યા કરવામાં આવી હતી. આરોપી રાજુ બિહારીએ હત્યા કરી લાશને દિવાલમાં ચણી દીધી હતી.