Surat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી રહ્યા હતા ત્યારે જ ક્રાઈમ બાન્ય અને ચોકબજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી દબોચી લીધા હતા. મરનાર સુજલ 8મી ઓક્ટોબરે કતારગામ પોલીસના હાથે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયો હતો અને થોડાંક દિવસ પહેલાં જ જામીન પર મુક્ત થયો હતો. ત્રણ પૈકી બે આરોપીઓ સગીર છે... આ ત્રણેય સવારથી જ મૃતક સુજલના ઘરે જ હતા. અહીં એક આરોપી પોતાનો મોબાઇલ ભૂલી ગયો હતો. આ મોબાઇલ લઇને સુજલને બોલાવ્યો હતો. તે પરત આપવામાં મોડું થઇ જતાં ત્રણેય અહીં ધસી આવ્યા હતા અને તેની હત્યા કરી નાખ્યાનો ખુલાસો થયો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola