Navratri 2024 | નવરાત્રિને લઈ સુરત પોલીસનું જાહેરનામું, જાણી લો નિયમ...
Continues below advertisement
રાજકોટની તાજેતરની ઘટના બાદ સુરત પોલીસે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
સુરત શહેરમાં આગામી નવરાત્રી ઉત્સવ દરમિયાન આયોજકોએ કડક નિયમોનું પાલન કરવું પડશે. રાજકોટની તાજેતરની ઘટના બાદ સુરત પોલીસે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
સુરત પોલીસે નવરાત્રિના આયોજકો માટે બનાવ્યા કડક નિયમ. આગ્નિકાંડ બાદ સુરક્ષાને લઈને પોલીસ કોઈ બાંધછોડ નથી માગતી. સુરતમાં કેટલાક સ્થળે નવરાત્રિનું આયોજન ડોમમાં થાય છે. જો આવા ડોમમાં ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય તો નવરાત્રીને મંજૂરી નહીં અપાય. સુરત પોલીસ અનુસાર, ડોમમાં એન્ટ્રી અને એગ્ઝિટ પોઈન્ટ અલગ અલગ હોવા જોઈએ. ડોમનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ આયોજકોએ રજૂ કરવો પડશે. જો આયોજકો નિયમોનું પાલન નહીં કરે તો કાર્યવાહી કરશે..
Continues below advertisement