Navsari Leopard | નવસારીના બોદાલી પાસેથી દીપડો પાંજરે પુરાયો, લોકોના ટોળા ઉમટ્યા
Navsari Leopard | નવસારી શહેર નજીકના બોદાલી ગામેથી કદ્દાવર દીપડો પાંજરે પૂરાયો. અઠવાડિયા અગાઉ બોદાલીમાં બે પાડા અને વાછરડીને દીપડાએ શિકાર બનાવ્યા હતા. વન વિભાગને જાણ કરાતા ગોઠવેલા પાંજરામાં આજે વહેલી સવારે દીપડો પાંજરે પૂરાયો. ઘટનાની જાણ થતા જ ગ્રામજનો પાંજરે પૂરાયેલા દીપડાને જોવા ઉમટી પડ્યા. વન વિભાગના અધિકારી અને કર્મચારીએ 6 વર્ષના દીપડાનો કબ્જો લઈ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી.