Navsari News | નવસારીના ચીખલીમાં શેડ પરથી નીચે પટકાતા યુવકનું મોત, જુઓ અહેવાલ
Navsari News | નવસારીના ચીખલી ગામે પતરાના શેડ પરથી નીચે પટકાતા યુવાનનું મોત. ચીખલીના મહાવીર મારબલમાં કામ કરતો સાગર રાઠોડ કોઈને કહ્યા વિના પતરાના શેડ ઉપર ચઢ્યો હતો. શેડ ઉપર ચાલતા પોલી કાર્બનિક પતરા પર પગ પડતા ફાટ્યું અને સાગર 30 ફૂટ ઉંચેથી નીચે પટકાયો. સાગરના કમરના ભાગે મારબલ પથ્થર ઘુસી જવાને કારણે અને માથામાં ગંભીર ઈજા થવાથી થયુ કરૂણ મોત. ઘટનાની જાણ થતા ચીખલી પોલીસે મૃતક સાગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી.