Navsari Protest | પાવરગ્રીડ મુદ્દે નવસારીના લીમડાઇ ગામે લોકોનો વિરોધ, કામગીરી અટકાવી

Navsari Protest | નવસારી જિલ્લાના જલાલપોર અને ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાંથી પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા પ્રા. લિ. કંપની દ્વારા 765 કેવી ડી/સી ન્યુ નવસારીથી પડઘે સુધીની ટ્રાન્સમિશન લાઈન અને 400 કેવી એમ/સી ન્યુ નવસારીથી મગરવાડા ટ્રાન્સમિશન લાઈન નાંખવા જમીન સંપાદન શરૂ થયું છે. જેમાં બંને તાલુકાઓના 52 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના નિમલાઈ ગામ ખાતે પાવર ગેટ કોર્પોરેશન દ્વારા થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવતા અસરગ્રસ્ત ખેડૂતો વિફર્યા હતા અને ગ્રામજનોએ ભેગા મળી કામ અટકાવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખાપકી દેવામાં આવ્યો હતો. ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોતા 17 થી વધુ લોકોને ડિટેલ કરવામાં આવ્યા હતા અને પોલીસ પ્રોટેક્શન સાથે હાઈટેનશન લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola