Navsari Valsad School Closed | નવસારી-વલસાડમાં પૂરની સ્થિતિ, શિક્ષણકાર્ય બંધ

Navsari Valsad School Closed | પૂર પ્રભાવિત નવસારી, વલસાડમાં આજે શાળા કોલેજમાં રજા જાહેર કરવાં આવી છે. નવસારીના ગણદેવી, ચીખલી તાલુકામાંઉપરાંત . નવસારીના ખેરગામ, વલસાડના ધરમપુર અને કપરાડા, વલસાડ તાલુકામાં શાળા-કોલેજમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ વિસ્તારની નવસારીની કાવેરી,અંબિકા, પૂર્ણા નદી ભયજનક સપાટી વહાવીને વહી રહી છે. નદીઓના પાણીથી બીલીમોરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. બીલીમોરા શહેરનો 40 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ  થઇ ગયો છે.  ડાંગ,તાપીમાં વરસેલા વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા છે. અંબિકા, કાવેરી નદીએ  પણ  ભયજનક સપાટી વટાવી છે. દરિયાઈ ભરતી હોવાથી પાણી ન ઉતરતા પ્રશાસન થયું દોડતુ થયું છે. વલસાડના સાંસદ ધવલ પટેલે પણ પોતે પ્રશાસન સાથે સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola