NH 848 Bad Condition | વલસાડમાં નેશનલ હાઈવે 3 ફૂટ સુધીના ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી

Continues below advertisement

NH 848 Bad Condition | ધરમપુરના નાસિક સાથે જોડતો નેશનલ હાઇવે નંબર 848 વાહન ચાલકો માટે તદ્દન જોખમી બની ચૂક્યો છે કપરાડા તાલુકાના વડખંભા થી જોગવેલ ત્રણ રસ્તા સુધી અને માંડવાથી કુંભઘાટ કપરાડા સુધીના અંદાજિત 4 કિલોમીટરના રસ્તા પર દોઢથી ત્રણ ફૂટના ખાડા પડી ગયા છે આ ખાડામાં ખાબકીને વાહનો પલટી મારવાની રોજ ત્રણથી ચાર ઘટનાઓ બની રહી છે.. આ રસ્તા પરથી ડામર સહિતનું મટીરીયલ ઉખડી ગયું છે તેથી અહીંના વાહનો પસાર થતા હોય ત્યારે ધૂળની ડમરીઓની ચાદર વાતાવરણમાં ફેલાઈ જવાના કારણે વાહનચાલકોને  સામે નું દ્રશ્ય દેખાતું જ નથી.. તેને કારણે અકસ્માતોની ઘટના વધી રહી છે ઉપરાંત લોકોનો આરોગ્ય પણ જોખમાઈ રહ્યું હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે... ચોમાસુ ગયા ના લગભગ બે મહિના જેટલો સમય વીતી ગયો તેમ છતાં તંત્ર દ્વારા રસ્તાના નવીનીકરણની કામગીરી કરવામાં આવી નથી અને આગામી સમયમાં શરૂ થાય તેવા કોઈ આશા પણ જણાઈ રહ્યા નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram