Surat Video: સુરતની સરકારી શાળામાં ગેટ-ટુ ગેધરના કાર્યક્રમમાં નોનવેજ પીરસાયું, જુઓ VIDEO

Continues below advertisement

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નોન વેજ પાર્ટીથી ચકચાર મચી ગઇ છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધરમાં વિદ્યાર્થીઓને ચીકન  પિરસાયું હતું,. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. શિક્ષણના ધામને કલંકિત કરતો વધુ એક કિસ્સો સુરતમાં બન્યો છે. અહી સંસ્કારધામ કહેવાતા સરસ્વતીના મંદિરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં ચિકન પીરસાતા  આ મુદ્દે વિરોધ અને વિવાદ જાગ્યો છે.

આ પહેલા અમદાવાદમાં સેવેન્થ  ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા અને ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓ લંચબોકસમાં નોનવેજ લાવતા અને અન્ય વેજેટેરિયન વિદ્યાર્થી સાથે શેર કરતા હોવાની કહીકતો સામે આવી હતી. સ્કૂલમાં હત્યા,માંસાહારની ઘટનાઓ ખરેખર ચિંતાજનક છે.નોંધનિય છે કે, સુરતની ગોડાદરાની સ્કૂલ નંબર 342/351 સ્કૂલમાં  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું  ગેટ ટુ ગેધર હતુ આ અવસરે અહીં ભોજનમાં ચિકન પિરસાયું હતું.  સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓને નોનવેજ પીરસાતો વીડિયો પણ વાયરલ થયો છે. સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું  પણ ચર્ચાઇ રહયું છે. ચેરમને આ મઆ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી.  સંસ્કારધામ માંસાહારની ઘટના ખરેખર ચિંતાનો વિષય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.                          

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola