સુરતના જહાંગીરપુરામાં રોડ બેસી જતાં લોકોમાં રોષ,જુઓ વિડીયો
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રસ્તો બેસી જતાં સ્થાનીકોમાં રોષ વ્યાપી ગયો છે.પહેલા જ વરસાદમાં જહાંગીરપુરાના પટેલ નગર વિસ્તારમાં લાખો રુપીયાના ખર્ચે બનેલો નવો રોડ બેસી જતાં કોન્ટ્રાકટર અને મહાનગરપાલિકાના અધિકારીઓની મીલી ભગત સામે આવી છે.અગાઉ મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઈન નાંખવામાં આવી હોય અને ત્યારબાદ નવો બનાવેલો રસ્તો તુટી જાય તો અધિકારી અને કોન્ટ્રાકટર વિરુધ્ધ પગલા લેવાની સુચના આપવામાં આવી હતા .એક મહિનામાં આ નવો રસ્તો બેસી જતાં ભ્ર્ષ્ટાચાર થયો હોવાની શંકા છે.સ્થાનીકોએ આ મુદે વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્રાર શહેરમાં બનેલા નવા રસ્તાઓને લઈને અગાઉ વિવાદમાં રહેલી છે.શહેરમાં મહાનગરપાલિકાએ પ્રિ મોન્સુન કામગીરી માત્ર કાગળો પર કરી હોય પ્રથમ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાની બનવા પામી હતી.શહેરના અનેક વિસ્સાતારોમાં ઝાડ પડતા અનેક વાહનોને નુકશાન થવા પામ્યુ છે.